કમાલપુર
કમાલપુર એ ગામ છે, જ્યાં રામલીલા થકી દરેક હૃદયમાં રામ છે.

કમાલપુર ગામ:
એક પવિત્ર અને પરંપરાગત વારસો
કમાલપુર ગામ, જ્યાંથી અમારો પરંપરાગત વારસો અને સંસ્કાર શરૂ થાય છે. કમાલપુરના અનેક પરિવાર અમદાવાદ અને અલગ અલગ શહેરમાં વસવાટ કરી રહ્યા છે, પરંતુ અમારી ધરમરેખા અને સંબંધો કમાલપુર સાથે ગાઢ રીતે જોડાયેલા છે.
કમાલપુર ગામે છેલ્લા ત્રણ પેઢીથી પવિત્ર સમયમાં રામલીલા ભજવાય છે, જે અમારું ગૌરવ છે. રામલીલા માત્ર ધાર્મિક કર્તવ્ય નહીં, પણ સમગ્ર ગામની એકતા અને સૌહાર્દનું પ્રતીક છે.
કમાલપુર ગામ તે પવિત્ર સ્થળ છે, જ્યાં રામના નગર જેવો આનંદ અને ભક્તિનો રંગ છવાયેલો છે.
કમાલપુર એ પરંપરાનું પવિત્ર કેન્દ્ર છે, જ્યાં ધર્મ અને સંસ્કૃતિ જીવંત રહે છે.
કમાલપુર અમારા માટે માત્ર એક ગામ નથી, તે અમારું ઘરેણું છે.

કમાલપુરની રામલીલાની ઝાંખી
દરેક વર્ષમાં નવરાત્રીના પવિત્ર દિવસોમાં ભજવાતી આ રામલીલા માત્ર એક નાટક નથી, પણ સમગ્ર ગામની શ્રદ્ધા અને સંસ્કારોનો અરીસો છે.
સીધા યુટ્યુબ પર જુઓકમાલપુર પટેલ પરિવાર અમદાવાદ
સમય અને તારીખ
તા.04/01/2026, રવિવાર, સવારે 08:00
સ્થળ
નિલકંઠ ફાર્મ, મહેમદાવાદ રોડ, અમદાવાદ